[પાછળ]
અમે મૈયારાં રે…

અમે મૈયારાં રે… ગોકુળ ગામનાં
મારે મહી વેચવાને જાવાં
મૈયારાં રે… ગોકુળ ગામનાં

મથુરાની  વાટ  મહીં  વેચવાને  નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે… મારે દાણ દેવાં, નહિ લેવાં
મૈયારાં રે… ગોકુળ ગામનાં

યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભૂલાવી  ભાનસાન  ઉંઘતી જગાડતો
હે… મારે જાગી જોવું ને જાવું
મૈયારાં રે… ગોકુળ ગામનાં

માવડી  જશોદાજી  કાનજીને વાળો
દુ:ખડા હજાર દિએ નંદજીનો લાલો
હે… મારે દુ:ખ સહેવાં, નહિ કહેવાં
મૈયારાં રે… ગોકુળ ગામનાં

નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી
ઉતારે આતમથી  ભવ ભવનો ભાર જી
નિર્મળ હૈયાની વાત કહેવાં
મૈયારાં રે… ગોકુળ ગામનાં

અમે મૈયારાં રે… ગોકુળ ગામનાં
મારે મહી વેચવાને જાવાં
મૈયારાં રે… ગોકુળ ગામનાં

ક્લીક કરો અને સાંભળો
હેમુ ગઢવીના સ્વરમાં આ રાસ
આભાર વઢવાણના દાક્તર સી.ટી ચુડગરનો કે જેમણે હેમુ ગઢવીના અવસાન બાદ ૧૯૬૯ની સાલમાં "સ્મરણાંજલિ" નામની ૧૨ ઈંચની અને ૩૩ આર.પી.એમ.ની એક એલ.પી. ગ્રામોફોન રેકોર્ડ (ECLP 2428) રાજકોટ આકાશવાણીના રેકોર્ડિંગ મેળવી બનાવડાવી એટલે આપણે આજે હેમુ ગઢવીના કંઠે ગવાયેલા ૧૧ લોકગીત-રાસ-ગરબા સારી રીતે માણી શકીએ છીએ.
[પાછળ]     [ટોચ]