[પાછળ]

હરિને વિદાય

વૈકુંઠ સિધાવો રે વૈકુંઠે પધારો રે હવે હરિ વૈકુંઠે જાઓ રે કામ નથી હવે ઝાઝું તમારું તેં વણસાડ્યું ઊલટું વાજું લોક નથી હવે ભોળિયા જૂના દેશે ના ખાવા ય ખાજું વૈકુંઠમાં જાણે ધાન ખૂટ્યું તે તું આવ્યો શું ઢોર હરાયો ગોકુળનાં દૂધ-માખણ ખાતાં તું ફાટ્યો, કદી ના ધરાયો દરિયામાં સાપ પરે સૂઈ રહેવું લાગ્યું હશે જ અકારું ગોકુળમાં ઝટ્ટ આવી ભરાયો તું ધરતીનું કીધું નગારું ખાધું પીધું ખૂબ મારામારી કરી દુનિયાનો વાળ્યો દાટ થાક્યો ત્યારે તેં તો મંદિરમાં પેસી વાસી દેવાડ્યા કમાડ તું તારે મંદિરમાં જઈ બેઠો ને ઠોકરે ઠેલ્યા આ લોક તારું નાચેલું આ નાચ્યાં, તારું વેણ સાચું ન સમજ્યું કોક તું તારે જા વૈકુંઠે ચાલી, જો દિન આવ્યા હવે માઠાં તારા વારાના ગોવાળો ને રાજા સ્વરગે કે નરકે નાઠા ગાયો અને ગૌચરા એકે આજે નથી રહ્યાં સાજા અન્નપાણીનાં વલખાં અમારે ત્યાં તારે શાં માખણ તાજાં? મોર મુગટ ને પીળાં પીતાંબર કાને કરેણનો ગોટો ભૂલી જાજે લાડ જસોદાનાં મળશે હવે જાડો જોટો મોરલી તારીને મેલ્ય તું ફૂંકીને શંખલો દરિયામાં નાખ હડકાયા કૂતરાંની બીક લાગે તો હાથે ડંગોરી તું રાખ ગાવાં ને નાચવાં, જમનામાં નહાવાં તારાં ન આજ કોઈ સાંખે રોગ રડે, અહીં નાચે દુકાળો મોત ખાઉં ખાઉં ભાખે તું પોઢ્યો સોનાને પારણે ને અહીં નાકલીટી લોક તાણે છપ્પનભોગનો ખાનારો અમ્મારાં પેટની પીડા શું જાણે? પોલું દેખી અહીં પેઠો શું લાગ છ મીઠડે દૂધે મોહ્યો તેં તારું દૂધ ને ઘી સંભાળ્યું મનખો અમારો ન જોયો કોયો ભગત એના આંખના ડોળા ફાડી ફાડી તને પૂછે જુગના જુગો તને રાખી જોયો હવે કામ તારું અહીં શું છે? વૈકુંઠ સિધાવો રે વૈકુંઠે પધારો રે હવે હરિ વૈકુંઠે જાઓ રે -સુન્દરમ્

[પાછળ]     [ટોચ]