[પાછળ]
રંગીલા શ્રીનાથજી

મથુરામાં  શ્રીનાથજી  ગોકુળમાં   શ્રીનાથજી
યમુનાજીને કાંઠે રમતા રંગીલા   શ્રીનાથજી

રંગીલા  શ્રીનાથજી  અલબેલા   શ્રીનાથજી
વલ્લભકુળના વહાલા બોલો રંગીલા શ્રીનાથજી

મધુવનમાં  શ્રીનાથજી  કુંજનમાં   શ્રીનાથજી
વૃંદાવનમાં રાસે  રમતા રંગીલા   શ્રીનાથજી

નંદગામ  શ્રીનાથજી  બરસાને   શ્રીનાથજી
કામવનમાં ક્રીડા કરતાં રંગીલા   શ્રીનાથજી

દાનગઢ  શ્રીનાથજી  માનગઢ   શ્રીનાથજી
સાંકડીખોરે ગોરસ ખાતા રંગીલા  શ્રીનાથજી

સંકેતમાં  શ્રીનાથજી  વનવનમાં   શ્રીનાથજી
ગહવરવનમાં રાસે રમતા રંગીલા   શ્રીનાથજી

ગોવર્ધનમાં  શ્રીનાથજી  મારગમાં  શ્રીનાથજી
માનસીગંગામાં મનને હરતા રંગીલા  શ્રીનાથજી

રાધાકુંડ  શ્રીનાથજી   કૃષ્ણકુંડ  શ્રીનાથજી
ચંદસરોવર  ચોકે  રમતા રંગીલા  શ્રીનાથજી

વૃક્ષ વૃક્ષ શ્રીનાથજી  ડાળ ડાળ   શ્રીનાથજી
પત્ર પત્ર ને પુષ્મે રમતા રંગીલા   શ્રીનાથજી

આન્યોરમાં શ્રીનાથજી ગોવિંદકુંડ   શ્રીનાથજી
અપ્સરાકુંડે આનંદ કરતા રંગીલા  શ્રીનાથજી

ગલી ગલી  શ્રીનાથજી  કુંજ કુંજ   શ્રીનાથજી
સુરભિ કુંડે સ્નાન કરંતા રંગીલા   શ્રીનાથજી

મંદિરમાં  શ્રીનાથજી  પર્વત  પર   શ્રીનાથજી
જતીપુરામાં  પ્રકટ બિરાજે રંગીલા  શ્રીનાથજી

બિછુવનમાં  શ્રીનાથજી  કુસુમખોર  શ્રીનાથજી
શ્યામઢાંકમાં છાછ આરોગે રંગીલા શ્રીનાથજી

રુદ્રકુંડ   શ્રીનાથજી   હરજીકુંડ   શ્રીનાથજી
કદમખંડીમાં ક્રીડા કરતા રંગીલા  શ્રીનાથજી

ગામ ગામ શ્રીનાથજી ઠામ ઠામ   શ્રીનાથજી
ગુલાલ કુંડે હોળી  રમતા રંગીલા  શ્રીનાથજી

નવલકુંડ  શ્રીનાથજી  રમણકુંડ   શ્રીનાથજી
વ્રજવાસીના વહાલા બોલો રંગીલા  શ્રીનાથજી

મથુરામાં  શ્રીનાથજી  ગોકુળમાં   શ્રીનાથજી
યમુનાજીને  કાંઠે રમતા  રંગીલા   શ્રીનાથજી

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]