[પાછળ] 
     છાનું રે છપનું કંઈ થાય નહિ 

     છાનું રે છપનું કંઈ થાય નહિ, થાય નહિ
     ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિ
     છાનું રે છપનું કંઈ થાય નહિ

     એક ઘાયલ ને પાયલ બે છૂપ્યાં છૂપાય નહિ
     ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નહિ

     આંખ્યોમાં બચાવી આંખના રતનને
     પરદામાં રાખીને સાસુ નણંદને
     ચંપાતા ચરણોએ...
     ચંપાતા ચરણોએ મળ્યું મળાય નહિ
     ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિ

     છાનું રે છપનું કંઈ થાય નહિ, થાય નહિ
     ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિ

     નણદી ને નેપૂર બે એવા અનાડી
     વ્હાલા પણ વેરી થઈ ખાય મારી ચાડી
     આવેલા સપનાનો લ્હાવો લેવાય નહિ
     ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિ

     છાનું રે છપનું કંઈ થાય નહિ, થાય નહિ
     ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિ

સ્વર: આશા ભોસલે ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ક્લીક કરો અને સાંભળો ઓરિજિનલ ગ્રામોફોન રેકોર્ડઃ

 [પાછળ]       [ટોચ]