[પાછળ]
      માઝમ રાતે નીતરતી નભની ચાંદની
 
          માઝમ રાતે  નીતરતી નભની ચાંદની
          અંગે અંગ ધરણી ભીંજાય માઝમ રાતે

          માઝમ રાતે  નીતરતી નભની ચાંદની
          અંગે અંગ ધરણી ભીંજાય માઝમ રાતે

          સૂનો રે મારગ ને ધીમો ધીમો વાયરો
          એના જોબનિયા ઘેલા ઘેલા થાય

          આભલા ઝબૂકે એની સંગ રે સુંદર
          ઓ..ગીત કાંબિયુંનું રેલાય

          હે રે એને જોઈ આંખ અપલંકી થાય
          માઝમ રાતે

          માઝમ રાતે  નીતરતી નભની ચાંદની
          અંગે અંગ ધરણી ભીંજાય માઝમ રાતે

          કેડે બાંધી'તી એણે સુવાસણી
          એમાં ભેદ ભરેલ અણમોલ

          એક ડગલું એક નજર એની
          એનો એક કુરબાનીનો કોલ

          એક ડગલું એક નજર એની
          એનો એક કુરબાનીનો કોલ

          એ ઝૂલે ગુલ ફાગણનું ફૂલદોલ, ફૂલદોલ
          માઝમ રાતે

          માઝમ રાતે  નીતરતી નભની ચાંદની
          અંગે અંગ ધરણી ભીંજાય માઝમ રાતે

          નેણમાંથી નભના રંગ નીતરે રે
          એનો ઝીલણહારો રે દોલ
          હશે કોઈ બડભાગી વ્હાલિડો પ્રીતમ
          જેને હૈડે ફોરે ચકોર
          હે સપનાની કૂંજ કેરો મયુર

          માઝમ રાતે
          માઝમ રાતે  નીતરતી નભની ચાંદની
          અંગે અંગ ધરણી ભીંજાય માઝમ રાતે

સ્વર: લતા મંગેશકર ગીતઃ વેણીભાઈ પુરોહિત સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]