તાલીઓના તાલે
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
આસમાની ચૂંદડીના લહેરણિયાં લહેરાય રે
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો
કહેતી મનની વાત રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
ઓરી ઓરી આવ ગોરી ઓરી ઓરી
ચાંદલિયો હિંચોળે તારા હૈયા કેરી દોરી
રાતડી રળિયાત રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો
રૂમો ઝૂમો ગોરી રૂમો ઝૂમો
રાસ રમે જાણે શામળિયો જમુનાજીને ઘાટ રે
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
સ્વર: ગીતા રોય
ગીત-સંગીત: અવિનાશ વ્યાસ
ચિત્રપટ: મંગલફેરા (૧૯૪૯)
ક્લીક કરો અને સાંભળોઃ
|