[પાછળ]
  ઘાયલને શું થાય છે પૂછો તો ખરા

     ઘાયલને શું થાય છે પૂછો તો ખરા!
     ઘાયલને શું થાય છે પૂછો તો ખરા!

     આંખ મિલાવી આંખ કાં સંતાય છે?
     પૂછો તો ખરા!
     ઘાયલને શું થાય છે પૂછો તો ખરા!

     પ્રેમનો અંજામ પણ આવો હશે નો'તી ખબર
     પ્રેમનો અંજામ પણ આવો હશે નો'તી ખબર
     દિલ દઈ દિલદાર પણ છોડી જશે 
     નો'તી ખબર
     આંખે આવી શમણાં કાં વિખરાય છે?
     પૂછો તો ખરા!

     ઘાયલને શું થાય છે પૂછો તો ખરા!
     ઘાયલને શું થાય છે પૂછો તો ખરા!

     દિલ છે તારી પાસ ને હું દૂર છું કોને કહું?
     દિલ છે તારી પાસ ને હું દૂર છું કોને કહું?
     આંધીમાં અટવાયો હું મજબૂર છું
     કોને કહું?
     ગુનો નથી પણ સજા મને કાં થાય છે?
     પૂછો તો ખરા!

     ઘાયલને શું થાય છે પૂછો તો ખરા!

     મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી'તી
     મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી'તી
     આશાના દીવડાં પ્રગટાવી ચરણે ફૂલો ધરતી'તી
     એ અણમોલાં ફૂલો કાં કરમાય છે પૂછો તો ખરા

     ઘાયલને શું થાય છે પૂછો તો ખરા!
     ઘાયલને શું થાય છે પૂછો તો ખરા!

સ્વરઃ આશા ભોસલે અને બદ્રી પવાર ગીતઃ અવિનાશ વ્યાસ સંગીતઃ ગૌરાંગ વ્યાસ ચિત્રપટઃ પારકી થાપણ (૧૯૭૯) ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]