સાંભળ ઓ પંછી પ્યારા
સાંભળ ઓ પંછી પ્યારા વિનવું હું વીરા મારા
પાયે લાગું છું તારા મળે જો પ્રીતમ પ્યારા
આટલો સંદેશો મારો આપજે
હો વીરા, આટલો સંદેશો મારો આપજે
રાધા જુએ છે તારી વાટડી
હો.... રાધા જુએ છે તારી વાટડી
એની આંખે વહે છે અશ્રુધાર
દુઃખોનો નથી પાર
સંદેશો મારો આપજે
હો, એમને આટલો સંદેશો મારો આપજે
સોનાની ચાંચ મઢાવું
રૂપાની પાંખડી રૂપાની પાંખડી
હીરે જડાવું તારું શીર્ષ
સંદેશો મારો આપજે
હો, એમને આટલો સંદેશો મારો આપજે
મોડું થશે તો રાધા નહિ મળે
હો તને નહિ મળે
એ તો આપી દેશે એનો પ્રાણ
જીવન બલિદાન
સંદેશો મારો આપજે
હો, એમને આટલો સંદેશો મારો આપજે
સાંભળ ઓ પંછી પ્યારા વિનવું હું વીરા મારા
પાયે લાગું છું તારા મળે જો પ્રીતમ પ્યારા
આટલો સંદેશો મારો આપજે
હો વીરા, આટલો સંદેશો મારો આપજે
સ્વરઃ અમીરબાઈ કર્ણાટકી
ગીત-સંગીતઃ રમેશ ગુપ્તા (૧૯૫૧)
ક્લીક કરો અને સાંભળોઃ
|