મને કેર કાંટો વાગ્યો ઓ રાજ રે વાવડીનાં પાણી ભરવાં ગ્યા'તાં મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો ઓ રાજ રે ઘરમાંથી ઘંટીઓ કઢાવો મને લહેરક લહેરક થાય રે લહેરાકે જીવડો જાય રે મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો ઓ રાજ રે સુરતની સાડીઓ મંગાવો એ સાડીઓ ફડાવો, એના પાટા બંધાવો મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો ઓ રાજ રે ઘરમાંથી ખાણીયા કઢાવો મને ધમક ધમક થાય રે ધમકારે જીવડો જાય રે મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો
|