મને યાદ ફરી ફરી આવે
મને યાદ ફરી ફરી આવે
મારા અંતરને રડાવે
મને યાદ ફરી ફરી આવે
મારા અંતરને રડાવે
જીવન વીણા તાર બસૂરા
રાગો મારા રહ્યાં અધૂરા
જીવન વીણા તાર બસૂરા
રાગો મારા રહ્યાં અધૂરા
મારા જીવનમાં આવી ને
શાને ગઈ તું ચાલી રે
મને યાદ ફરી ફરી આવે
મારા અંતરને રડાવે
આ ધડકતી છાતી ઉપર
સુગંધ તારા શિરની રે
આ ધડકતી છાતી ઉપર
સુગંધ તારા શિરની રે
શ્યામ કેશના ગૂંચળા મારા
આંગળ માંહી રમતા રે
મને યાદ ફરી ફરી આવે
મારા અંતરને રડાવે
તારી મસ્તી ભરેલી છટાઓ
મદભર નૈન અનુપ અદાઓ
રસભરી ચાલ મલકતું મુખડું
ભૂલાય નહિ એ ભાવો રે
મને યાદ ફરી ફરી આવે
મારા અંતરને રડાવે
મને યાદ ફરી ફરી આવે
સ્વર: મુકેશ
ગીત-સંગીત: જગદીપ વિરાણી
ચિત્રપટઃ નસીબદાર (૧૯૫૦)
ક્લીક કરો અને સાંભળોઃ
|