[પાછળ]
   આવી આવી નોરતાની રાત
 
      આવી આવી નોરતાની રાત
      મારી સૈયર ગરબે રમવા હાલો

      હાલો
      આવી આવી નોરતાની રાત
      મારી સૈયર ગરબે રમવા હાલો

      રૂડો ચાચરનો ચોક શણગારી
      રૂડો ચાચરનો ચોક શણગારી
      માથે    ચંદરવો   ઓઢાળો
      ગરબે રમવા હાલો

      હાલો
      આવી આવી નોરતાની રાત 
      મારી સૈયર ગરબે રમવા હાલો

      તોરણ બાંધ્યા  માંડવે અને 
      દીવડા    મેલ્યા    દ્વાર
      સરખી  સહિયર   આવજો 
      સોળે   સજી    શણગાર

      એ…ય સોળે સજી શણગાર 
      સૈયર મોરી ગરબે રમવા હાલો
 
      હાલો
      આવી આવી નોરતાની રાત
      મારી સૈયર ગરબે રમવા હાલો

      એ… ચરણે ઝાંઝર ઝમકતાં ને
      કર     કંકણનો    સાથ
      કાને  લટકે  લોળિયાં  ને
      મેંદી     ભરેલા    હાથ

      એ…ય  મેંદી ભરેલા હાથ રે 
      સૈયર મોરી ગરબે રમવા હાલો

      હાલો
      આવી આવી નોરતાની રાત
      મારી સૈયર ગરબે રમવા હાલો

      આવી આવી નોરતાની રાત
      મારી સૈયર ગરબે રમવા હાલો

સ્વર: કમલ બારોટ અને સાથી ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ (૧૯૭૧) ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]