[પાછળ]
  આવી આવી શરદ પૂનમની રાત
 
     આવી આવી શરદ પૂનમની રાત
     નવ આવ્યો મારા ચિત્તડાંનો ચોર

     હું કોને
     હું કોને કહું મારા મનડાં કેરી વાત
     નવ આવ્યો મારા ચિત્તડાંનો ચોર

     મનડાં કેરી વાત જેને
     બીજાને કહેવાય ના
     બીજાને કહેવાય ના
     વિજોગણની રાત જેમે
     કેમે ટૂંકી થાય ના
     કેમે ટૂંકી થાય ના

     મનડું મારું ડોલે જ્યારે બોલે ઝીણા મોર
     નવ આવ્યો મારા ચિત્તડાંનો ચોર

     આવી આવી શરદ પૂનમની રાત
     નવ આવ્યો મારા ચિત્તડાંનો ચોર

     ચાંદની લઈને ઘૂમે જો ને
     ચાંદલિયો આકાશમાં
     ચાંદલિયો આકાશમાં
     મારા પિયુ પરદેશ સીધાવ્યાં
     સૌનાં પ્રીતમ પાસમાં
     સૌનાં પ્રીતમ પાસમાં
     હું વિજોગણ જોઉં મારા અલબેલાની વાટ
     નવ આવ્યો મારા ચિત્તડાંનો ચોર

     આવી આવી શરદ પૂનમની રાત
     નવ આવ્યો મારા ચિત્તડાંનો ચોર

     વસંત આવી ફૂલડાં લાવી
     હોળી આવી રંગ ભરી
     હોળી આવી રંગ ભરી
     ચાલી ગઈ વાદળિયું મારા
     આંગણિયામાં ફરી ફરી
     આંગણિયામાં ફરી ફરી
     વીજળીના ઝબકારે મનડું ખોળે ચારેકોર
     નવ આવ્યો મારા ચિત્તડાંનો ચોર

     આવી આવી શરદ પૂનમની રાત
     નવ આવ્યો મારા ચિત્તડાંનો ચોર

સ્વરઃ અમીરબાઈ કર્ણાટકી ગીત-સંગીતઃ રમેશ ગુપ્તા (૧૯૪૯) ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]