[પાછળ]
    ઓ શરદ પૂનમની ચંદા
 
     ઓ શરદ પૂનમની ચંદા
     મને જવાબ દેતી જા

     આ દર્દ-એ-દિલને મળે વિસામો	
     આ દુનિયામાં ક્યાં
     મારો પહેલો સવાલ આ
     મને જવાબ દેતી જા

     ઓ શરદ પૂનમની ચંદા
     મને જવાબ દેતી જા

     તેં લાખ લાખ પ્રેમીને હૈયે
     રસનાં ગીત ભર્યાં
     કાં વિરહે બળતી વિજોગણોને
     કાતીલ ઘાવ કર્યાં
     તું હા કહે કે ના
     મને જવાબ દેતી જા

     ઓ શરદ પૂનમની ચંદા
     મને જવાબ દેતી જા

     શુદ્ધ હ્રદયનાં બે પંખીનાં
     હૈયાં જ્યાં મળતાં
     એ હૈયાંની ઊજળી જ્યોતે
     દુનિયા બળતી કાં
     મારો બીજો સવાલ આ
     મને જવાબ દેતી જા

     ઓ શરદ પૂનમની ચંદા
     મને જવાબ દેતી જા

     શા માટે આ હૃદય જાગતું
     શા માટે એ પ્રેમ માંગતું
     શા માટે પ્રેમીનું ધાર્યું
     દુનિયામાં ના થાતું
     મારો છેલ્લો સવાલ આ
     મને જવાબ દેતી જા

     ઓ શરદ પૂનમની ચંદા
     મને જવાબ દેતી જા

ગીતઃ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ સ્વર: રેખા ત્રિવેદી ક્લીક કરો અને સાંભળોઃ (નોંધઃ આ મૂળ નાટ્યગીતને ૧૯૫૦ની સાલમાં ઉતરેલા ચિત્રપટ ‘જવાબદારી’માં ગણપતરામ પાંચોટિયાએ સ્વરબદ્ધ કર્યું હતું અને રાજકુમારીએ તે ગીત ગાયું હતું.)

[પાછળ]     [ટોચ]