[પાછળ]
   ડુંગરમાં મીઠી મીઠી મોરલી વાગે રે
 
     વાગે રે, વાગે રે, વાગે રે
     ઓલ્યા ડુંગરમાં
     હો ઓલ્યા ડુંગરમાં મીઠી મીઠી મોરલી વાગે રે

     વાગે રે, વાગે રે, વાગે રે
     ઓલ્યા ડુંગરમાં
     હો ઓલ્યા ડુંગરમાં મીઠી મીઠી મોરલી વાગે રે

     વાગે રે, વાગે રે, વાગે રે

     મોરલીનો સાદ સુણી હૈયું લાગે ડોલવા
     હૈયું લાગે ડોલવાને મોર લાગે બોલવા
     એવું મીઠું સંગીત લાગે રે
     એવું મીઠું સંગીત લાગે રે
     ઓલ્યા ડુંગરમાં
     હો ઓલ્યા ડુંગરમાં મીઠી મીઠી મોરલી વાગે રે

     વાગે રે, વાગે રે, વાગે રે

     આંખો શોધે છે એને ઘેરા ઘેરા વનમાં
     ઘેરો ઘેરો નાદ એનો ઊડે પવનમાં
     સુણી અંતરના તાર જાગે રે
     સુણી અંતરના તાર જાગે રે
     ઓલ્યા ડુંગરમાં
     હો ઓલ્યા ડુંગરમાં મીઠી મીઠી મોરલી વાગે રે

     વાગે રે, વાગે રે, વાગે રે
     ઓલ્યા ડુંગરમાં
     હો ઓલ્યા ડુંગરમાં મીઠી મીઠી મોરલી વાગે રે

     મનડું નાચવા લાગે એના સૂરથી
     એની જુની જુની ઓળખાણ લાગે
     મુરલી વગાડનાર કોણ હશે
     તોય દિલડામાં લાલસા જાગે
     મને મીઠો એ રાગ લાગે રે
     મને મીઠો એ રાગ લાગે રે
     ઓલ્યા ડુંગરમાં
     ઓલ્યા ડુંગરમાં મીઠી મીઠી મોરલી વાગે રે

     વાગે રે, વાગે રે, વાગે રે
     ઓલ્યા ડુંગરમાં
     હો ઓલ્યા ડુંગરમાં મીઠી મીઠી મોરલી વાગે રે

સ્વર: રાજકુમારી ગીત-સંગીતઃ રમેશ ગુપ્તા (૧૯૪૯) ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]