મીઠી મીઠી તે સખી વૃજની તે વાટલડી
મીઠી મીઠી તે સખી વૃજની તે વાટલડી
મીઠી મીઠી તે સખી વૃજની તે વાટલડી
મધુરાં છે યમુનાનાં નીર
ગોવિંદ ધામ મીઠાં મીઠાં રે!
ગોવિંદ ધામ મીઠાં મીઠાં રે!
મીઠી મીઠી રે શ્યામ વૃજની રે વાતલડી
મીઠી મીઠી રે શ્યામ વૃજની રે વાતલડી
મધુરાં તે તીર સમીર
ગોવિંદ નામ મીઠાં મીઠાં રે!
ગોવિંદ નામ મીઠાં મીઠાં રે!
અવનિને આંગણિયે સોહે સોહામણો
મધુવનમાં વૃંદાવન કુંજ
અવનિને આંગણિયે સોહે સોહામણો
મધુવનમાં વૃંદાવન કુંજ
એ રે રસકુંજમાં હું રમતી'તી
એ રે રસકુંજમાં હું રમતી'તી
શોધંતી જ્યોતિના પૂંજ
ગોવિંદ નામ મીઠાં મીઠાં રે!
ગોવિંદ નામ મીઠાં મીઠાં રે!
મીઠી મીઠી તે સખી વૃજની તે વાટલડી
મીઠી મીઠી તે સખી વૃજની તે વાટલડી
મધુરાં છે યમુનાનાં નીર
ગોવિંદ ધામ મીઠાં મીઠાં રે!
ગોવિંદ ધામ મીઠાં મીઠાં રે!
તનમાં ગોવિંદ, મારા મનમાં ગોવિંદ
મારે નયને ગોવિંદ નિત્ય નાચે
તનમાં ગોવિંદ, મારા મનમાં ગોવિંદ
મારે નયને ગોવિંદ નિત્ય નાચે
આશા ગોવિંદ મારી શ્રદ્ધા ગોવિંદ
આશા ગોવિંદ મારી શ્રદ્ધા ગોવિંદ
પ્રાણે પ્રાણે ગોવિંદ નામ ગુંજે
ગોવિંદ નામ મીઠાં મીઠાં રે!
ગોવિંદ નામ મીઠાં મીઠાં રે!
મીઠી મીઠી તે સખી વૃજની તે વાટલડી
મીઠી મીઠી તે સખી વૃજની તે વાટલડી
મધુરાં છે યમુનાનાં નીર
ગોવિંદ ધામ મીઠાં મીઠાં રે!
ગોવિંદ ધામ મીઠાં મીઠાં રે!
ગીતઃ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
સ્વરઃ અનુરાધા પૌડવાલ
ક્લીક કરો અને સાંભળોઃ
|