[પાછળ]
સજન મારી પ્રીતડી

સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી
સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી
ભૂલી  ના  ભૂલાશે  પ્રણય  કહાણી
સજન મારી પ્રીતડી         

જનમોજનમની પ્રીતિ દીધી કાં વિસારી
જનમોજનમની પ્રીતિ દીધી કાં વિસારી
પ્યારી  કરી તેં  શાને મરણ પથારી
જલતા હૃદયની તેં તો વેદના ન જાણી
સજન મારી પ્રીતડી          

ધરા પર ઝૂકેલું ગગન કરે અણસારો
ધરા પર ઝૂકેલું ગગન કરે અણસારો
મળશે જીગરને મીઠાં અમીનો સહારો
ઝંખતા જીવોની લગની નથી રે અજાણી

સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી
ભૂલી  ના  ભૂલાશે  પ્રણય  કહાણી
સજન મારી પ્રીતડી         

સ્વર: મુકેશ
ગીતઃ કાંતિ અશોક
સંગીતઃ મહેશ-નરેશ
ચિત્રપટઃ જીગર અને અમી (૧૯૭૦)

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]