[પાછળ]
ખોવાયાને ખોળવા પ્રભુ

ખોવાયાને  ખોળવા પ્રભુ          
ખોવાયાને  ખોળવા પ્રભુ દ્યો નયનો અમને
વાતો અધૂરી બોલવા પ્રભુ દ્યો વાચા અમને
ખોવાયાને  ખોળવા પ્રભુ દ્યો નયનો અમને

સુખ કેરા સોણલાં સજ્યાં હતાં જે આંખમાં
એ સોણલાં સજીવન કરીને આપજો અમને
ખોવાયાને  ખોળવા પ્રભુ દ્યો નયનો અમને

વાલમાનું વ્હાલ લઈને કાલ ક્યાં ખોવાઈ ગઈ 
એ વ્હાલભીની કાલ આજે આપજો અમને
ખોવાયાને  ખોળવા પ્રભુ દ્યો નયનો અમને

આજ મારી આંખડીનાં આંસુ  પણ ખૂટ્યાં
પ્રેમલ વીણા પર સ્નેહસૂરનાં તાર સૌ તૂટ્યાં
એ તાર તૂટ્યાં સાંધીને સંભળાવજો અમને
ખોવાયાને  ખોળવા              

સ્વર: ગીતા રોય ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ ગુણસુંદરી (૧૯૪૮) ક્લીક કરો અને સાંભળોઃ ફિલ્મ ગુણસુંદરી ગુજરાતી અને હિન્દી બન્ને ભાષામાં બનાવાઈ હતી. ક્લીક કરો અને સાંભળો આ ગુજરાતી ગીતનું ગીતા રોયના જ સ્વરમાં ગવાયેલું હિન્દી રૂપાંતરઃ

[પાછળ]     [ટોચ]