[પાછળ]
ચંદન તલાવડીની પાળે
 
મારે  હેલ ભરવા જાવું જળ ભરવા
રે મારે હેલ ભરવા જાવું જળ ભરવા

નિત ચંદન તલાવડીની પાળે
જાવાનું મારે  હેલ  ભરવા
નિત ચંદન તલાવડીની પાળે
જાવાનું મારે  હેલ  ભરવા

મારો મારગડો આંતરી રંજાડે
ઊભો રે  છેલ  શું  કરવા
નિત ચંદન તલાવડીની પાળે
જાવાનું  મારે  હેલ  ભરવા

મારે  હેલ ભરવા જાવું જળ ભરવા
રે મારે હેલ ભરવા જાવું જળ ભરવા
 
એની અણીયાળી આંખડીના ચાળા
ઘાવ ઉર પર કરે છે મનમાન્યા
એ તો ગૂંથી લ્યે નજર્યુંની જાળે
લાગે   મારું   મન   ચળવા

મારે  હેલ ભરવા જાવું જળ ભરવા
રે મારે હેલ ભરવા જાવું જળ ભરવા

ઘણી અધવચથી જાઉં કેડો ચાતરી
મન માને નહિ જાય ત્યાં ફરી ફરી
પાળે મૂંઝવણ આ કોણ મારી ટાળે
ક્યાં  જાઉં  એની  રાવ  કરવા

મારે  હેલ ભરવા જાવું જળ ભરવા
રે મારે હેલ ભરવા જાવું જળ ભરવા

નિત ચંદન તલાવડીની પાળે
જાવાનું મારે  હેલ  ભરવા

મારે  હેલ ભરવા જાવું જળ ભરવા
રે મારે હેલ ભરવા જાવું જળ ભરવા
	
સ્વર: કમલ બારોટ અને સાથીદારો
ગીતઃ ચંદ્રા જાડેજા
સંગીતઃ પુરૂષોત્તમ ઉપાધ્યાય (૧૯૭૪)

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]