ઝાંઝર ઝમકે રે સવા લાખનું
ભરી રે તલાવડીમાં લીમડો રે
લીમડાંના લીલા પીળા પાન રે
હોવે રે હોવે ઝાંઝર ઝમકે રે સવા લાખનું
ભરી રે તલાવડીમાં લીમડો રે
લીમડાંના લીલા પીળા પાન રે
હોવે રે હોવે ઝાંઝર ઝમકે રે સવા લાખનું
લીલી લીલી ઝૂલે ડાળી
ઋતુ પણ થઈ ગઈ મતવાલી
પિયુડાને વાલો મારો પીપળો રે
એના પાને પાને પિયુની પીછાન રે
હોવે રે હોવે ઝાંઝર ઝમકે રે સવા લાખનું
ભરી રે તલાવડીમાં લીમડો રે
લીમડાંના લીલા પીળા પાન રે
હોવે રે હોવે ઝાંઝર ઝમકે રે સવા લાખનું
ખેતર વચ્ચે પાળીયો
સસરો તારો ચાડીયો
ખેતર વચ્ચે વરિયાળી
નણંદ તારી નખરાળી
ખેતર વચ્ચે ધંતુરો
સાસુ જાણે તંબુરો
લીલી પાઘડી પહેરી ગ્યો વગડો રે
એ વગડા વચ્ચે કોયલ કરતી ગાન રે
હોવે રે હોવે ઝાંઝર ઝમકે રે સવા લાખનું
ભરી રે તલાવડીમાં લીમડો રે
લીમડાંના લીલા પીળા પાન રે
હોવે રે હોવે ઝાંઝર ઝમકે રે સવા લાખનું
થાક્યો પાક્યો સૂરજ રાણો આવ્યો સંધ્યા દ્વાર
સંધ્યાના હૈયામાં છાયો આજે હરખ અપાર
પહેર્યો મેં તો જરકશી કમખો રે
એમાં ચિતર્યો રે પોપટડો લીલે વાન રે
હોવે રે હોવે ઝાંઝર ઝમકે રે સવા લાખનું
ભરી રે તલાવડીમાં લીમડો રે
લીમડાંના લીલા પીળા પાન રે
હોવે રે હોવે ઝાંઝર ઝમકે રે સવા લાખનું
સ્વર: ઉષા મંગેશકર
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ક્લીક કરો અને સાંભળોઃ
|