[પાછળ]
       ડગલે પગલે ભવમાં
 
      ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો   
      કોને જઈ કહેવું કે મારો જ પડછાયો હતો

      ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો
      જે દિવસ હું કોઈની નજરોથી ઘેરાયો હતો
      ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો   

      તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી
      ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો
      ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો   

      આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ
      એના પાયે  ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો

      ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો   
      કોને જઈ કહેવું કે મારો જ પડછાયો હતો

સ્વર અને સંગીતઃ ભરત ગાંધી રચનાઃ ‘શૂન્ય’ પાલનપુરી

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]