[પાછળ]
     દનડાં સંભારો ખમ્મા

     પેલા પેલા જુગમાં રાણી તું હતી પોપટીને 
     અમે રે પોપટ રાજા રામના
     હે જી રે અમે રે પોપટ રાજા રામના
     ઓતરાદે ખંડમાં આંબલો પાક્યો ત્યારે
     ટોડલે મારેલ મુને ચાંચ રાણી પીંગળા
     ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને
     તો ય ન હાલી મોરી સાથ રાણી પીંગળા

     દનડાં સંભારો ખમ્મા પૂરવ જનમના સહેવાસના
     દનડાં સંભારો ખમ્મા પૂરવ જનમના સહેવાસના

     બીજા બીજા જુગમાં રાણી તું હતી મૃગલી ને
     અમે મૃગેશર રાજા રામના
     હે જી રે અમે રે મૃગેશર રાજા રામના
     વનરા તે વનમાં પારાધીએ બાંધ્યો ફાંસલો
     પડતાં ત્યાગ્યા મેં મારા પ્રાણ રાણી પીંગળા
     ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને
     તો ય ન હાલી મોરી સાથ રાણી પીંગળા

     દનડાં સંભારો ખમ્મા પૂરવ જનમના સહેવાસના
     દનડાં સંભારો ખમ્મા પૂરવ જનમના સહેવાસના

     ત્રીજા ત્રીજા જુગમાં રાણી તું હતી બ્રાહ્મણી ને
     અમે રે તપેશ્વર રાજા રામના
     હે જી રે અમે રે તપેશ્વર રાજા રામના
     કદળી તે વનમાં ફૂલડાં વીણતાં'તાં 
     ડસીયેલ કાળુડો નાગ રાણી પીંગળા
     ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને
     તો ય ન હાલી મોરી સાથ રાણી પીંગળા
	
     દનડાં રે સંભારો ખમ્મા પૂરવ જનમના સહેવાસના
     દનડાં સંભારો ખમ્મા પૂરવ જનમના સહેવાસના

     ચોથા ચોથા જુગમાં રાણી તું હતી પીંગળા ને
     અમે રે ભરથરી રાજા રામના
     હે જી રે અમે રે ભરથરી રાજા રામના
     એ.. ચાર ચાર જુગનાં ઘરવાસ હતા તો યે
     તો ય ન હાલી મોરી સાથ રાણી પીંગળા
	
     દનડાં સંભારો ખમ્મા પૂરવ જનમના સહેવાસના

સ્વર: હેમુ ગઢવી અને દીના ગાંધર્વ ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]