[પાછળ]
નૈન ચકચૂર છે

નૈન ચકચૂર  છે  મન  આતુર છે
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે

કદી સીધી કદી વાંકી નજર રાખી જિગરને ઘર
કદી સીધી કદી વાંકી નજર રાખી જિગરને ઘર
તમે જાતે જ આવ્યા છો અમારા દિલની અંદર
અમારા દિલની અંદર

હવે ક્યાં દૂર છે મળ્યાં જ્યાં ઉર છે
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે
નૈન ચકચૂર છે

છલાછલ આંખનું આકાશ મસ્તીખોર છે
છલાછલ આંખનું આકાશ મસ્તીખોર છે

ઘૂંઘટમાં વીજળીને કંઠ રમતો મોર છે
ઘૂંઘટમાં વીજળીને કંઠ રમતો મોર છે

મળ્યો તંબુર  છે જખમનો સૂર છે
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે

નૈન ચકચૂર  છે  મન  આતુર છે
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે

સ્વર: મહમદ રફી અને લતા મંગેશકર
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]