[પાછળ]
જાઓ નહિ બોલું નંદના લાલા
 
જાઓ નહિ બોલું નંદના લાલા
જાઓ નહિ બોલું નંદના લાલા
મુરલીધર મતવાલા
	
જાઓ નહિ બોલું નંદના લાલા
જાઓ નહિ બોલું

તું કાળો, તારી મુરલી કાળી
પ્રીતરીત કાળી, કાંબળી કાળી
જે  કાંઠે  તું  રાસ  રમાડે 
એ  કાલિન્દી  કાળી  કાળી
મન  કેમ  બને  તન છાના
મુરલીધર મતવાલા

જાઓ નહિ બોલું  નંદના લાલા
નહિ બોલું નહિ બોલું નહિ બોલું

ઓ  વૃજભાણ  દુલારી
ઓ  વૃજભાણ  દુલારી
પ્રીતની રીતે રમતાં રમતાં
પ્રીતને  દેખ  ના કાળી
ઓ  વૃજભાણ  દુલારી
ઓ  વૃજભાણ  દુલારી

છો ને મારા તનમન કાળા
છો ને  પ્રીત રીત  કાળી
તને જગાવી મુજ આંખોમાં
તુજ  રૂપની  ચીનગારી

ઓ  વૃજભાણ  દુલારી
ઓ  વૃજભાણ  દુલારી

સ્વરઃ સુમન કલ્યાણપુર અને આશિત દેસાઈ
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ સંત સુરદાસ (૧૯૭૫)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]