[પાછળ]
ગુરુ ચરણોની હું રજકણ છું

ગુરુ ચરણોની હું રજકણ છું
ગુરુ ચરણોની હું રજકણ છું

ગુરુગોવિન્દ વિના કોઈ સીધી
ગુરુગોવિન્દ વિના કોઈ સીધી
ઝીલે ન છાયા એ દલદલ છું

ગુરુ ચરણોની હું રજકણ છું
ગુરુ ચરણોની હું રજકણ છું

ચાલુ  હું  તમને  સથવારે
બાંધેલી  લયના  અણસારે
તાલ ચૂકી  ને  તૂટી પડેલું 
ગીત ગંગાનું હું આભૂષણ છું

ગુરુ ચરણોની હું રજકણ છું
ગુરુ ચરણોની હું રજકણ છું

જ્યોતિ ધરું  જલું અંધારે
અજવાળે  અટવાવું  મારે
તેજ  તિમિરના તાણે વાણે
ગૂંચવાયેલું  ચંદ્ર  કિરણ છું

ગુરુ ચરણોની હું રજકણ છું
ગુરુ ચરણોની હું રજકણ છું

સ્વર: મન્ના ડે
ગીતઃ કાંતિ અશોક
સંગીતઃ મહેશ-નરેશ
ચિત્રપટઃ તાનારીરી (૧૯૭૫)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]