પ્રીતડી બાંધતા રે બંધાય ના પ્રીતડી બાંધતા રે બંધાય ના બંધન જનમોજનમના ભૂલાય ના લખ્યું લલાટનું ના ભૂંસાય કે પ્રીતડી બાંધતા રે બંધાય ના કે પ્રીતડી બાંધતા રે બંધાય ના બંધન જનમોજનમના ભૂલાય ના લખ્યું લલાટનું ના ભૂંસાય કે પ્રીતડી બાંધતા રે બંધાય ના સપનાં રોળાઈ ગયા કાળજ કોરાઈ ગયા સપનાં રોળાઈ ગયા કાળજ કોરાઈ ગયા તારી જુદાઈમાં મનથી રુંધાઈ ગયા ઓ વ્હાલમા… હાય ઓ વ્હાલમા તડકો ને છાંયો જીવન છે નાહક મૂંઝાઈ ગયા કે પ્રીતડી બાંધતા રે બંધાય ના બંધન જનમોજનમના ભૂલાય ના લખ્યું લલાટનું ના ભૂંસાય કે પ્રીતડી બાંધતા રે બંધાય ના નૈને નીંદર નથી હો નૈને નીંદર નથી ક્યાં છું ખબર નથી દિલડાને જંપ હવે તારા વગર નથી ઓ વ્હાલમા…હાય ઓ વ્હાલમા… સંસારી ઘુઘવતા સાગરે ડુબવાનો ડર નથી કે પ્રીતડી બાંધતા રે બંધાય ના બંધન જનમોજનમના ભૂલાય ના લખ્યું લલાટનું ના ભૂંસાય કે પ્રીતડી બાંધતા રે બંધાય ના તારી લગન લાગી અંગે અગન જાગી વિયોગી તારલીનું ગયું રે મન ભાંગી ઓ વ્હાલમા… હાય ઓ વ્હાલમા… વસમી વિયોગની વાટમાં લેજો મિલન માંગી કે પ્રીતડી બાંધતા રે બંધાય ના બંધન જનમોજનમના ભૂલાય ના લખ્યું લલાટનું ના ભૂંસાય કે પ્રીતડી બાંધતા રે બંધાય ના સ્વર: ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપુર ગીતઃ ધીરજ વોરા સંગીતઃ સુરેશ કુમાર ચિત્રપટઃ કરિયાવર (૧૯૭૭) ક્લીક કરો અને સાંભળોઃ
|