[પાછળ]
તું મારો વર ને હું તારી વહુ

ઓ રંગ રસિયા કહે ને હું તારી શું છઉં તું મારો વર ને હું તારી વહુ ઓ રંગ રસિયા કહે ને હું તારી શું છઉં તું મારો વર ને હું તારી વહુ નથી થવું મારે રાજાની રાણી મારે મન આટલું બહુ કે હું તારી વહુ નથી થવું મારે રાજાની રાણી મારે મન આટલું બહુ કે હું તારી વહુ ઓ રંગ રસિયા કહે ને હું તારી શું છઉં તું મારો વર ને હું તારી વહુ બની તારા ઘરની રાણી ઘૂંઘટડો તાણી હું પનઘટ પાણી ભરવા જઈશ રે તુજને ભાળી નૈના ઢાળી મારા એ આવ્યા, એ આવ્યા એવું કહીશ રે છાનું રે છપનું સપનું સરજું તને કહું કહું ને રહી જઉં કે હું તારી વહુ ઓ રંગ રસિયા કહે ને હું તારી શું છઉં તું મારો વર ને હું તારી વહુ પૂરણપોળી ઘીમાં ઝબોળી તને જનની જેમ જમાડીશ પૂરણપોળી ઘીમાં ઝબોળી તને જનની જેમ જમાડીશ થઈ નટખટ નારી લ્યો પાનસુપારી કહી સંગે રંગ રમાડીશ થઈ નટખટ નારી લ્યો પાનસુપારી કહી સંગે રંગ રમાડીશ તારા મન ઉપવનની કોયલ થઈ તને ટહુકી ટહુકી કહું કે હું તારી વહુ ઓ રંગ રસિયા કહે ને હું તારી શું છઉં તું મારો વર ને હું તારી વહુ

સ્વર: ગીતા રોય ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ નાગદેવતા (૧૯૫૫) ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]