[પાછળ]
મારા ભાભી તમે રહેજો

ઓ ભાભી તમે મારા ભાભી તમે રહેજો તમારા ભારમાં વહુવારુ થઈ આવ્યા તમે સાસરના દ્વારમાં વહુવારુ થઈ આવ્યા તમે સાસરના દ્વારમાં ઓ ભાભી તમે મારા ભાભી તમે રહેજો તમારા ભારમાં પ્રેમ કેરા પંથમાં કહ્યાગરો કંથ મળ્યો પ્રેમ કેરા પંથમાં કહ્યાગરો કંથ મળ્યો સમજુ થઈ હવે સમજુ થઈ રહેજો સંસારમાં હવે સમજુ થઈ રહેજો સંસારમાં ઓ ભાભી તમે મારા ભાભી તમે રહેજો તમારા ભારમાં પ્રેમ કેરી મર્યાદા જીરવીને જાણજો ઊઘાડું માથું રાખી ઘૂંઘટડો તાણજો બહુ ઘેલાં ન થાશો ભરથારમાં બહુ ઘેલાં ન થાશો ભરથારમાં ઓ ભાભી તમે મારા ભાભી તમે રહેજો તમારા ભારમાં વરઘેલાં થોડાં વરઘેલાં થોડાં થોડાં ઘરઘેલાં ઝાઝા રાખીને રહેજો ભાભી સાસરની માઝા રાખીને રહેજો ભાભી સાસરની માઝા બહુ શોભે ન ગળપણ કંસારમાં બહુ શોભે ન ગળપણ કંસારમાં ઓ ભાભી તમે મારા ભાભી તમે રહેજો તમારા ભારમાં

સ્વર: રાજકુમારી ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ વરઘેલી (૧૯૪૯) ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]