પાંદડે પાંદડે ખુલ્લા મિજાજની પાંદડે પાંદડે ખુલ્લા મિજાજની મહેફિલ ભરાઈ એક ફાંકડીજી પરણ્યો રિસાયો એ મોંઘેરી વાતની કહેવી અમારે વાત રાંકડીજી પરણ્યો રિસાયો એ મોંઘેરી વાતની કહેવી અમારે વાત રાંકડીજી રહેવાસી હૈયાનો ચાલ્યો બજારમાં બોલ્યાં લઈ આવજો ઝૂમખાંજી રે પાછા ફરેલા એ પરણ્યાંના હાથમાં જોયું તો દ્રાક્ષના લૂમખાંજી રે ખડખડ હસ્યાની એ નાનેરી ભૂલ પર સહેવી અમારે લાખ ટાંકણીજી ખડખડ હસ્યાની એ નાનેરી ભૂલ પર સહેવી અમારે લાખ ટાંકણીજી બારણે બારણે પૂછાતી વાતને છાની અમારે કેમ રાખવીજી આંજ્યાં આંજણ ઉપર વાદળ થઈ વરસ્યા તો વહાલે કહ્યું કે એ તો વીજળીજી રે તમને રમાડે ને અમને દઝાડે એ છો ને અશ્રુમાં જાય પીગળીજી રે કોટડીમાં કાજળ એવાં પૂર્યાં કે પછી થઈ ગઈ ફરિયાદ સાવ સાંકડીજી કોટડીમાં કાજળ એવાં પૂર્યાં કે પછી થઈ ગઈ ફરિયાદ સાવ સાંકડીજી કાંકરે કાંકરે બંધાતી પાળને તોડે છે નાની જીદ આકરીજી દરિયે જઈને એણે નાવાનું અમને કહ્યું અમે નાહ્યાં ઘરે ન ખુલતાંજી રે વહાલાંને ભરતીના મોજાંના કુદવા એની એ શાને ગાલ ફુલતાજી રે ફુલ્યાં એ ગાલો પર મુક્કા લગાવી અમે સુરત બનાવી લાલ પાંખડીજી ફુલ્યાં એ ગાલો પર મુક્કા લગાવી અમે સુરત બનાવી લાલ પાંખડીજી ઓટલે ઓટલે એની પંચાત ચાલી વહાલાને એ શું જડી વાતડીજી ભોળો કહું તો એને ખોટું લાગે છે ઘણું લુચ્ચો કહું તો થાય ગુસ્સોજી રે તાળી લે એમ કહું બાહુમાં બાંધે મુને કહેવી તે વાત શું એના પ્રેમનીજી રે બાંધી બાહુમાં કાનમાં એ કહેતો મુને રાખે ઉઘાડી કેમ આંખડીજી બાંધી બાહુમાં કાનમાં એ કહેતો મુને રાખે ઉઘાડી કેમ આંખડીજી થાંભલે થાંભલે ચર્ચાતી વાત કોઈ સામુ જુએ તો જાણે શારડીજી સ્વર: પૌરવી દેસાઈ ગીતઃ કનુ રાવળ સંગીતઃ નવીન શાહ ક્લીક કરો અને સાંભળોઃ
|