[પાછળ]
રસિલાં પ્રેમીના હૈયાં
 
રસિલાં પ્રેમીના હૈયાં પ્રીતમમાં રાત દિન રમતાં
રસિલાં પ્રેમીના હૈયાં પ્રીતમમાં રાત દિન રમતાં

રસિલાં પ્રેમીના હૈયાં...

સલુણાં શામના સપનાં નજરથી ના ઘડી ખસતાં
સલુણાં શામના સપનાં નજરથી ના ઘડી ખસતાં

રસિલાં પ્રેમીના હૈયાં...

પ્રીતમ જો હોય પાસે તો બધુંય વિશ્વ પાસે છે
વસે જો નજરથી દૂર એ જગત આ શૂન્ય ભાસે છે

રસિલાં પ્રેમીના હૈયાં...

પ્રીતમ ઘેલા પ્રિયાના છે પ્રિયા ઘેલી પ્રીતમની છે
પ્રીતમનું જગ પ્રિયામાં છે પ્રિયાનું જગ પ્રીતમમાં છે

રસિલાં પ્રેમીના હૈયાં...

અધુરાં એ સવાલોના જવાબો પ્રેમીઓ ખોળે
અજબ એ પ્રશ્નના ઉત્તર એ પ્રશ્નોમાં સમાયા છે

રસિલાં પ્રેમીના હૈયાં પ્રીતમમાં રાત દિન રમતાં
રસિલાં પ્રેમીના હૈયાં પ્રીતમમાં રાત દિન રમતાં

રસિલાં પ્રેમીના હૈયાં...

ગીતઃ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ સ્વર: શુભા જોશી ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]