[પાછળ]
  અમે કહ્યું કે ક્યારે સાજન
 
    અમે કહ્યું કે ક્યારે સાજન
    તમે કહ્યું'તું હમણાં

    અમે કહ્યું કે ક્યારે સાજન
    તમે કહ્યું'તું હમણાં
    આભ પડી ખડકાયું તો પણ
    ન આવ્યું પેલું હમણાં 
    સાજન તમે કહ્યું'તું હમણાં
    તમે કહ્યું'તું હમણાં

    દન ઊગ્યો કે ઉટક્યાં કરીએ
    તમે પીતાં એ લોટો
    નાવણિયે રોપેલો પેલો
    ફટાં ફટાં ગલગોટો
    વાડામાં ટહૂ...કે તો એ
    નામ કુટેલા નમણાં
    સાજન તમે કહ્યું'તું હમણાં

    અમે કહ્યું કે ક્યારે સાજન
    તમે કહ્યું'તું હમણાં
    આભ પડી ખડકાયું તો પણ
    ન આવ્યું પેલું હમણાં 
    સાજન તમે કહ્યું'તું...

    કમાડ પાછળ સાંજ વળે કે
    વધતાં જાતાં લીંટા
    હવાની શી વાત શ્વાસમાં
    ફરતાં થઈ ગ્યા ફીંટા
    નળીયે વળીયે કેવળ ગણીએ
    ખરખરતા ચાંદરણાં
    સાજન તમે કહ્યું'તું હમણાં

    અમે કહ્યું કે ક્યારે સાજન
    તમે કહ્યું'તું હમણાં
    આભ પડી ખડકાયું તો પણ
    ન આવ્યું પેલું હમણાં 
    સાજન તમે કહ્યું'તું હમણાં
    તમે કહ્યું'તું હમણાં
    તમે કહ્યું'તું હમણાં

સ્વર: પૌરવી દેસાઈ સંગીતઃ નવીન શાહ ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]