[પાછળ]
    મને માર્યા નેણાંના બાણ રે

    મને માર્યાં નેણાંના બાણ રે
    કે મને માર્યા નેણાંના બાણ રે વાલમજી વાતુંમાં

    કે મને નેહભરે નેણલે નચાવી વાલમજી વાતુંમાં 

    મને માર્યાં નેણાંના બાણ રે
    મને માર્યાં નેણાંના બાણ રે વાલમજી વાતુંમાં

    પાપણ પલકારે કીધાં કામણ અદીઠડાં
    પાપણ પલકારે કીધાં કામણ અદીઠડાં
    પ્રીત કેરા કોડ રાજ ઝાઝેરા જાગીયા
    પ્રીત કેરા કોડ રાજ ઝાઝેરા જાગીયા
    મહેરામણ હૈયાનો હેલે ચડ્યો છે આજ
    મહેરામણ હૈયાનો હેલે ચડ્યો છે આજ
    હવે આવ્યાં છે અવસર સોહામણાં સોહામણાં
    હવે આવ્યાં છે અવસર સોહામણાં
    વાલમજી વાતુંમાં

    મને માર્યાં નેણાંના બાણ રે
    કે મને માર્યાં નેણાંના બાણ રે વાલમજી વાતુંમાં

    મારા મનને ચંદરવે આજ ચમક્યો ચાંદલિયો
    મારા મનને ચંદરવે આજ ચમક્યો ચાંદલિયો
    એક  અણજાણી વાટમાં દીઠો  પાતળિયો
    એક  અણજાણી વાટમાં દીઠો  પાતળિયો
    ને મને ઘેલી ને કીધી લજામણી
    ને મને ઘેલી ને કીધી લજામણી
    વાલમજી વાતુંમાં 

    મને માર્યાં નેણાંના બાણ રે
    કે મને માર્યાં નેણાંના બાણ રે વાલમજી વાતુંમાં

    મારા સરવરની પાળે ક્યાંથી આવ્યો વીંઝલણો
    મારા સરવરની પાળે ક્યાંથી આવ્યો વીંઝલણો
    મારા આંબાની ડાળે ક્યાંથી આવ્યો હો મોરલો
    મારા આંબાની ડાળે ક્યાંથી આવ્યો હો મોરલો
    મને સોણલાંને ઝૂલે ઝુલાવી રે
    વાલમજી વાતુંમાં

    મને માર્યાં નેણાંના બાણ રે
    કે મને માર્યાં નેણાંના બાણ રે વાલમજી વાતુંમાં

સ્વર: ગીતા રોય ગીતઃ ગિજુભાઈ વ્યાસ ‘ચૈતન્ય’ સંગીતઃ અજિત મરચંટ ચિત્રપટઃ કરિયાવર (૧૯૪૮) ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]