[પાછળ]
શું જલું કે કોઈની

શું જલું કે કોઈની  જાહોજલાલી  થાય છે
એ દશા એવી છે જ્યાંથી પાયમાલી થાય છે
શું જલું કે કોઈની...

ગમ વધારે હોયે દિલમાં તો ખુશાલી થાય છે
જો દીવા ઝાઝા બળે ત્યારે દિવાળી થાય છે
શું જલું કે કોઈની...

વાદળો જામે છે દિલમાં ત્યારે છલકે છે સુરા
આસમાંથી મય મળે છે ત્યારે પ્યાલી થાય છે
શું જલું કે કોઈની...

ગમ કરો નહિ કે વીતે છે જિંદગી લજ્જત વિના
થાઓ ખુશ પીધા વિના પણ જામ ખાલી થાય છે
શું જલું કે કોઈની...

જાણતું  કોઈ  નથી  એના  ફકીરી  હાલને
એટલે ‘બેફામ’  દુનિયામાં સવાલી  થાય છે
શું જલું કે કોઈની...

સ્વરઃ બેગમ અખ્તર
ગીતઃ બરકત વિરાણી ‘બેફામ’
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]