[પાછળ]

બે ઘડીની બાદશાહી
 
સુખના સપનામાં મ્હાલે છે માનવ નીંદરમાં 
બે ઘડીની  બાદશાહી  ફુલાય અંતરમાં

આવે ને વહી જાય, આવે ને વહી જાય
સમયના   રંગ   નીત   પલટાય

લેખ લલાટે લખી દીધા 
તે કદી ય ના બદલાય
ભૂલું પડ્યું છે કોરું જીવન ભવના સાગરમાં
બે ઘડીની  બાદશાહી  ફુલાય અંતરમાં

હુંપદમાં હરખાય, હુંપદમાં હરખાય
અધુરા  ઘટ  પલમાં  છલકાય
મારા તારાની મૂંઝવણમાં મન દોડ્યે જાય
ખૂંપી રહી છે દુનિયા સારી લાલચના થરમાં

બે  ઘડીની  બાદશાહી  ફુલાય અંતરમાં

સ્વરઃ મુકેશ
ગીતઃ પ્રફુલ્લ દેસાઈ
સંગીતઃ મુકુલ રોય
ચિત્રપટઃ વિધાતા (૧૯૫૬)

ક્લીક કરો અને સાંભળોઃ
 
[પાછળ]     [ટોચ]