એક સરખા દિવસ સુખના જેને મરણની પરવા નથી એ નર જગતમાં મહાન છે પ્રીત ખાતર પ્રાણ ન્યોછાવર કરે એના સ્વર્ગમાં સન્માન છે એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી એથી જ શાણા સાહેબીથી લેશ ફુલાતા નથી એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા જેમને નથી એ જ શૂરા જે મુસીબત જોઈ મૂંઝાતા નથી એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી ખીલે તે કરમાય છે સર્જાય તે લોપાય છે જે ચઢે તે તે પડે એ નિયમ બદલાતા નથી એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી એથી જ શાણા સાહેબીથી લેશ ફુલાતા નથી એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી સ્વર: મન્ના ડે ગીતઃ પ્રભુલાલ દ્વિવેદી સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ માલવપતિ મુંજ (૧૯૭૬) ક્લીક કરો અને સાંભળોઃ
|