સાહ્યબો મારો ગુલાબનો છોડ સાહ્યબો મારો ગુલાબનો છોડ વેલી હું તો લવંગની સાહ્યબો મારો ગુલાબનો છોડ વેલી હું તો લવંગની ઊડશું જીવનમાં જોડાજોડ પાંખો જેવી પતંગની ઊડશું જીવનમાં જોડાજોડ પાંખો જેવી પતંગની સાહ્યબો મારો ગુલાબનો છોડ વેલી હું તો લવંગની આભલાનો મેઘ હું તું મારી વીજળી કેસરને ક્યારડે કસ્તુરી આ ભળી આભલાનો મેઘ હું તું મારી વીજળી કેસરને ક્યારડે કસ્તુરી આ ભળી રંગમાં ભીંજી ભીંજાવાના કોડ મંજરી જેવી વસંતની રંગમાં ભીંજી ભીંજાવાના કોડ મંજરી જેવી વસંતની સાહ્યબો મારો ગુલાબનો છોડ વેલી હું તો લવંગની સાહ્યબો સોહે કસુંબીનો રંગ ઓઢણી ઓઢી ઉમંગની સાહ્યબો સોહે કસુંબીનો રંગ ઓઢણી ઓઢી ઉમંગની સાહ્યબો મારો ગુલાબનો છોડ વેલી હું તો લવંગની પાંખો જેવી પતંગની મંજરી જેવી વસંતની ઓઢણી ઓઢી ઉમંગની વેલી હું તો લવંગની સ્વર: હેમા અને આશિત દેસાઈ રચનાઃ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ (નાટકઃ હંસાકુમારી) ક્લીક કરો અને સાંભળોઃ
|