[પાછળ] 
    ભૂલું ભૂતકાળ
 
    ભૂલું ભૂતકાળ
    ભૂલું ભૂતકાળ તો ય કાળ જેવો યાદ આવે છે
    ભૂલું ભૂતકાળ, ભૂલું ભૂતકાળ

    તૂટેલા તારમાં દિલદારનાં દર્શન કરાવે છે
    ભૂલું ભૂતકાળ, ભૂલું ભૂતકાળ

    જગતનું વેર વ્હોરીને કર્યું વહાલું મેં કોઈને
    જગતનું વેર વ્હોરીને કર્યું વહાલું મેં કોઈને
    અરે એ કોઈ આજે કોઈનું થઈને રિબાવે છે
    ભૂલું ભૂતકાળ, ભૂલું ભૂતકાળ

    પ્રણય કેરી વફાઈમાં છૂપાઈ બેવફાઈ શું
    પ્રણય કેરી વફાઈમાં છૂપાઈ બેવફાઈ શું
    બનીને બહાનું હસવાનું રુદન આંસુ વહાવે છે
    ભૂલું ભૂતકાળ, ભૂલું ભૂતકાળ

    બહુ વાર્યું છતાં આંખડીએ આંસુડું સાર્યું
    બહુ વાર્યું છતાં આંખડીએ આંસુડું સાર્યું
    અરે એ આંસુઓ પણ આગની જ્વાળા જગાવે છે
    ભૂલું ભૂતકાળ, ભૂલું ભૂતકાળ

    અરે કિસ્મત પૂછું તુજને થયું છે તું કદી કોઈનું
    અરે કિસ્મત પૂછું તુજને થયું છે તું કદી કોઈનું
    બનાવી બાવરી મુજને હવે કોને બનાવે છે
    ભૂલું ભૂતકાળ, ભૂલું ભૂતકાળ

સ્વરઃ ગીતા રોય ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ મંગળફેરા (૧૯૪૯) ક્લીક કરો અને સાંભળોઃ

 [પાછળ]     [ટોચ]