[પાછળ]
        પ્રીતડી બાંધતાં રે મનડાં

         પ્રીતડી બાંધતાં રે મનડાં કરજે ખૂબ વિચાર
         પ્રીતડી બાંધતાં રે મનડાં કરજે ખૂબ વિચાર

         સુંદર મુખની મધુરી વાણી સત્ય નથી તલભાર
         પ્રીતડી બાંધતાં રે મનડાં કરજે ખૂબ વિચાર

         સ્વરમાં વાગતી વીણા તારી તાલ-બેસૂરી થાશે
         મધુર મિલનના મધુર ગીતડાં તાલ-વિરહ બની જાશે 
         પાછા સંધાતા નવ જોયા મેં વીણાના તાર
         પાછા સંધાતા નવ જોયા મેં વીણાના તાર

         પ્રીતડી બાંધતાં રે મનડાં કરજે ખૂબ વિચાર

         દિલનો દાવ લગાવ્યાં પહેલા પારખજે ખેલાડી
         ખેલાડી જો ચપળ હશે તો નહિ ચાલે તારી ગાડી
         મધદરિયે છોડીને તુજને ચાલ્યો જાશે પાર
         મધદરિયે છોડીને તુજને ચાલ્યો જાશે પાર

         પ્રીતડી બાંધતાં રે મનડાં કરજે ખૂબ વિચાર

         વગર વિચાર્યું કરે માનવી ભૂલ કરી પસ્તાય
         ગયો સમય પાછો નવ આવે રુદન કરે શું થાય
         માટે ચેતાવું પહેલાથી
         માટે ચેતાવું પહેલાથી તુજને વારંવાર

         પ્રીતડી બાંધતાં રે મનડાં કરજે ખૂબ વિચાર
         પ્રીતડી બાંધતાં રે મનડાં કરજે ખૂબ વિચાર

સ્વર: મુકેશ ગીતઃ રમેશ ગુપ્તા સંગીતઃ જયંતી જોશી (૧૯૫૨) ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]