નારી નરકની ખાણ છે ગાઓ સૌ સાથે તમને બજરંગ બલીની આણ છે શિષ્યો સૌ સંપીને બોલો નારી નરકની ખાણ છે જય જય બ્રહ્મચારી, બે-ચાર દંડ લ્યો મારી જય જય બ્રહ્મચારી, બે-ચાર દંડ લ્યો મારી કોઈની થઈને ના રહેનારી તેનું નામ નારી કૈકેયીએ કીધું રામાયણ કેવું જગમાં ભારી દ્રોપદીથી જન્મ્યું મહાભારત જબરી મારામારી વિશ્વામિત્ર સમા ઋષિઓના તપને ડોલાવનારી જેનું તળીયું તૂટેલું એવું વામાનું વહાણ છે શિષ્યો સૌ સંપીને બોલો નારી નરકની ખાણ છે જય જય બ્રહ્મચારી, મલખમ પર કરો સવારી જય જય બ્રહ્મચારી, મલખમ પર કરો સવારી બે ભાઈ સંપીને રહેતા આવે જો એક બાઈ ઘર થાતું એક નાટકશાળા રોજની રોજ ભવાઈ આ સંસારે ધણી બિચારો કાળી કરે કમાઈ ખરચી નાખે ટાપટીપમાં બૈરી પાઈએ પાઈ બૈરા ખાતર કાવડિયાંની ઘરમાં તાણમતાણ છે શિષ્યો સૌ સંપીને બોલો નારી નરકની ખાણ છે જય જય બ્રહ્મચારી, ફેરો મગદળ ભારી જય જય બ્રહ્મચારી, ફેરો મગદળ ભારી પતિ પોતિયું પેરે ટૂંકું, પત્ની અંબર ઓઢે ઘર, ઘરેણાં માંગે અંગના, ઝઘડે વરની જોડે ખર થઈને નર કરે વૈતરું સાંજ સવારે દોડે ગાડા કેરો બેલ ઘૂમે ને નારી તેજે ઘોડે કામિનીના કરતૂકથી તો જાગી આ મોકાણ છે શિષ્યો સૌ સંપીને બોલો નારી નરકની ખાણ છે જય જય બ્રહ્મચારી, કરો કુસ્તીની તૈયારી જય જય બ્રહ્મચારી, કરો કુસ્તીની તૈયારી * * * * * એક જ રથના બે પૈડાઓ એક નર ને એક નારી રાધા વિના કૃષ્ણ તણી ના જગે હોત બલિહારી ગૃહલાજ સમાણી જનની વંદનીય છે નારી ઘર ને વરની શોભા જગમાં નારી દિપાવનારી છે નર કાથો-ચુનો, નારી નાગરવેલનું પાન છે! શિષ્યો સૌ સંપીને બોલો નારી જગમાં મહાન છે! કોઈ રહેશો ના બ્રહ્મચારી, ઝટ પરણી લો નારી કોઈ રહેશો ના બ્રહ્મચારી, ઝટ પરણી લો નારી કોઈ રહેશો ના બ્રહ્મચારી ભાઈ ઝટ પરણી લો નારી કોઈ રહેશો ના બ્રહ્મચારી ભાઈ ઝટ પરણી લો નારી નારી, ન હારી....... સ્વર: કિશોર કુમાર ગીતઃ અવિનાશ વ્યાસ સંગીતઃ ગૌરાંગ વ્યાસ ચિત્રપટઃ લાખો ફુલાણી (૧૯૭૬) ક્લીક કરો અને સાંભળોઃ
|