[પાછળ]
સાર આ સંસારમાં ન જોયો
 
સાર આ સંસારમાં ન જોયો સાર આ સંસારમાં ન જોયો
મેં  બહુ   રીતે   તપાસતાં  સાર આ સંસારમાં ન જોયો

ધન ધરા દ્યુત શઠની  પ્રીતે   મોંઘા  અવસરને મેં  ખોયો
મેં  બહુ   રીતે   તપાસતાં   સાર આ સંસારમાં ન જોયો

મૃગજળ પીવા કામ ન આવે  વ્યર્થ  ઈન્દ્રજાળમાં હું મોહ્યો
મેં   બહુ   રીતે   તપાસતાં  સાર આ સંસારમાં ન જોયો

સાર આ સંસારમાં ન જોયો સાર આ સંસારમાં ન જોયો
મેં  બહુ   રીતે   તપાસતાં  સાર આ સંસારમાં ન જોયો
	
પુણ્ય પરમાર્થનો માર્ગ ન શોધ્યો જન્મને વૃથા મેં વગોવ્યો
મેં  બહુ   રીતે   તપાસતાં   સાર આ સંસારમાં ન જોયો

સાર આ સંસારમાં ન જોયો સાર આ સંસારમાં ન જોયો
મેં  બહુ   રીતે   તપાસતાં  સાર આ સંસારમાં ન જોયો

સ્વર: શ્રી આનંદકુમાર સી.
રચનાઃ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
(જૂની રંગભૂમિના નાટક ‘બુદ્ધદેવ’નું ગીત)
 
ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]