[પાછળ]
નાગર વેલિયો રોપાવ

નાગર વેલિયો રોપાવ તારા રાજમહેલોમાં
નાગર વેલિયો રોપાવ તારા રાજમહેલોમાં

રૂડાં માંડવડાં  બંધાવ તારા રાજમહેલોમાં
રૂડાં માંડવડાં  બંધાવ તારા રાજમહેલોમાં

નાગર વેલિયો રોપાવ તારા રાજમહેલોમાં

આંબલિયાની ડાળે, રૂડા સરવરિયાની પાળે
રાજા હિંચકે  હિંચાવ તારા રાજમહેલોમાં

નાગર વેલિયો રોપાવ તારા રાજમહેલોમાં

ઠંડી હવા જો લાગે અમને અંગપીડાઓ જાગે
રૂડા  વૈદડાં  વસાવ  તારા રાજમહેલોમાં

નાગર વેલિયો રોપાવ તારા રાજમહેલોમાં

કોયલડી જ્યાં બોલે પૂરા કાળજડાં કંઈ ડોલે
રાજા બંસરી બજાવ  તારા રાજમહેલોમાં

નાગર વેલિયો રોપાવ તારા રાજમહેલોમાં
નાગર વેલિયો રોપાવ તારા રાજમહેલોમાં

સ્વરઃ અનુરાધા પૌડવાલ
રચનાઃ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
(જૂની રંગભૂમિના નાટક ‘સમુદ્રગુપ્ત’નું ગીત)

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]