[પાછળ]
   હુતૂતૂતૂ... જામી રમતની ઋતુ
 
     હુ તૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ
     જામી રમતની ઋતુ

     આપો  આપ  એક મેકના  થઈને  ભેરુ સારું
     જગત રમતું આવ્યું ને રમે છે  હુ તૂ તૂ તૂ તૂ

     તેજ  ને  તિમિર રમે... હુ તૂ તૂ તૂ હુ તૂ તૂ તૂ
     પાણી ને  સમીર રમે...  હુ તૂ તૂ તૂ હુ તૂ તૂ તૂ
     વાદળની  ઓથે  બેઠા  સંતાયેલા  પ્રભુજીને
     પામવાને સંત ને ફકીર રમે
     હુ તૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ…

     એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
     ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
     ખમીરથી  ખમીરનો  ખેલ  રે  મંડાયો  ભાઈ
     હોય જગ જાગતું કે હોય જગ સૂતું
     હુ તૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ…

     મનડાની પાછળ મન  દોડે  તનડું તનને ઢુંઢે
     ધનની પાછળ  ધન દોડતું  પ્રપંચ ખેલી ઊંડે
     જાત જાત  ભાત ભાતના  વિચાર દાવ પેચ
     કયારે મળે લાગ અને ક્યારે લૂંટું?
     હુ તૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ…
	
     ભેરુ તો દેખાવ કરીને ખેલ ખેલતા ઊંચે શ્વાસે
     પરને કેમ પરાજિત કરવો
     અંતર પ્રગટી એક જ આશે
     વિધ વિધ  નામ  ધરી  સંસારની કેડી  માથે
     ખાકના ખિલોના રમે સાચું અને જૂઠું
     હુ તૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ…

સ્વરઃ મહેન્દ્ર કપૂર ગીતઃ અવિનાશ વ્યાસ સંગીતઃ ગૌરાંગ વ્યાસ ચિત્રપટઃ સાત કેદી (૧૯૮૬) ક્લીક કરો અને સાંભળો આ ગીતનું ફિલ્મી વર્ઝનઃ અને સાંભળો મન્ના ડેના સ્વરમાં આ ગીતનું મૂળ અને વધુ લોકપ્રિય વર્ઝનઃ

[પાછળ]     [ટોચ]