અમે મુંબઈના રહેવાસી અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી ચર્નિરોડ પર ચંપા નિવાસમાં, રૂમ નંબર નેવાસી અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી પેટલાદમાં પિયર મારું, સાસરું સુરત શહેર પેટલાદમાં પિયર મારું, સાસરું સુરત શહેર વર ને વહુ અમે મુંબઈ રહેતાં, કરતાં લીલા લહેર મોકલ્યાં સાસુ-સસરા કાશી અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી સાડી કેરું શોપિંગ કીધું, પાઈનેપલનું પીણું પીધું બીલના રૂપિયા બાકી રાખ્યા ઉધાર પેટે પંચ્યાસી અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી હું ગાડાનો બેલ! શાકભાજી, દાતણ લઈ આવું, લાવું તલનું તેલ હું પરણ્યો પણ સંન્યાસી અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી પગાર રૂપિયા પંચોત્તેરમાં સાડી શેં પોષાય? મોદી ભૈયો ધોબી ઘાટી પૈસા લેવા ધક્કા ખાય! મને થઈ ગઈ ખયની ખાંસી અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી રામા, રામા, આજે રવિવાર છે, નાટક જોવા જાશું રામા, આજે રવિવાર છે, નાટક જોવા જાશું રાંધી નાખજે પૂરી બટાટા મોડા આવી ખાશું કાલના ભજિયા તળજે વાસી અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી આમચા રામાચા યુનિયનને અસા ઠરાવ કેલા ઐસા આમચા રામાચા યુનિયનને અસા ઠરાવ કેલા ઐતવારચી સૂટી પાઈજે નહિ કામ કરાયચી વેળા આજ માઝી મરુન ગેલી માઉસી! લો બોલો અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી મા ને બાપ ગયાં છો કાશી રામા તું ન જાતો નાસી મા ને બાપ ગયાં છો કાશી રામા તું ન જાતો નાસી નહિ તો મારે વાસણ ઘસતાં રહેવું પડશે ઉપવાસી અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી સ્વરઃ ગીતા રોય, એ.આર. ઓઝા, ચુનિલાલ પરદેશી ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ મંગળફેરા (૧૯૪૯) ક્લીક કરો અને સાંભળોઃ
|