[પાછળ]
    બોલો પ, ફ, બ, ભ, મ

      બોલો પ, ફ, બ, ભ, મ  હોઠથી
      બોલો પ, ફ, બ, ભ, મ  હોઠથી
      બોલો 
      પ.........પ
      ફ..........ફ
      બ.........ભ........મ.......મ હોઠથી
      હોઠ...બોઠની વાત જો કરશો તો
      હું જઈશ અહીંથી હેંડી...
      હોઠ...બોઠની વાત જો કરશો તો
      હું જઈશ અહીંથી હેંડી...
	
      બોલો પ, ફ, બ, ભ, મ  હોઠથી
      બોલો પ, ફ, બ, ભ, મ  હોઠથી

      જીભને અડાળો તાળવે
      અડ્યા વિના નહિ પાલવે
      જીભને અડાળો તાળવે
      અડ્યા વિના નહિ પાલવે
      બોલો
      ટ........ટ
      ઠ.........ઠ
      ડ.........ડ
      ઢ.......ઢ.......ઢ........ઢ
      હાય હાય બાઈ, હું તો કાંઈ ઘબરાઈ
      કોઈ તો પીવાડો મને બીડી....

      બોલો પ, ફ, બ, ભ, મ  હોઠથી
      બોલો પ, ફ, બ, ભ, મ  હોઠથી

      અંઈ અડાળું, તંઈ અડાળું
      બોલો હવે ક્યાં અડાળું?
      ફરતાં ફરતાં આ તો પેઠું
      બકરી કાઢતાં પાડું

      અંઈ અડાળું, તંઈ અડાળું
      બોલો હવે ક્યાં અડાળું?
      સીધી રીતે માસ્તર ભણાવતાં શું
      કૈડે છે તને કીડી

      અરે ચૂપ
	
      બોલો પ, ફ, બ, ભ, મ  હોઠથી
      બોલો પ, ફ, બ, ભ, મ  હોઠથી

      અ......આ.....ઇ....ઈ....ઉ......અં......અઃ 
      અ......આ.....ઇ....ઈ....ઉ......અં......અઃ 
	
      બોલો ત....થ....દ....ધ....ન દાંતે અડી
      બોલો ત....થ....દ....ધ....ન દાંતે અડી

      અડી....
      હાય હાય પાછું અડાળવાનું
      હું તો અડાળી અડાળી થાકી

      નહિ નહિ
      બોલો પ, ફ, બ, ભ, મ  હોઠથી
      બોલો પ, ફ, બ, ભ, મ  હોઠથી

સ્વરઃ મુકેશ અને આશા ભોસલે ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ સંતુ રંગીલી (૧૯૭૬) ક્લીક કરો અને સાંભળોઃ

જાણો-મળો સંતુ રંગીલીની પૂર્વજને MY FAIR LADY

[પાછળ]     [ટોચ]