શ્રાવણની વાદલડી
શ્રાવણની વાદલડી
તું... જા... તું... જા...
જા... સં...દેશો લઈ
વીજળી તું યે છે મેઘને મનામણે
વીજળી તું યે છે મેઘને મનામણે
હૈયે વિજોગણની વેદનાઓ આપણે
હૈયે વિજોગણની વેદનાઓ આપણે
મારગડે વાલમો મારો મળે તો
મારગડે વાલમો મારો મળે તો
જાજે તું આટલું કહી...કહી...
જાજે તું આટલું કહી...કહી...
જાને સંદેશો લઈ
કહેજે કે લીધો છે ભેખ મેં જીવનમાં
કહેજે કે લીધો છે ભેખ મેં જીવનમાં
પ્રીતિની ધૂનમાં ઢુંઢૂં વન વનમાં
પ્રીતિની ધૂનમાં ઢુંઢૂં વન વનમાં
આંસુની ગંગામાં જીવતર તણાયે
આંસુની ગંગામાં જીવતર તણાયે
અંતરની આશાઓ વહી...વહી...
અંતરની આશાઓ વહી...વહી...
જા ને સંદેશો લઈ
એણે પથ્થરમાં અમૃત જોયા
એણે પથ્થરમાં અમૃત જોયા
પીવા ગઈ ત્યાં એણે પળમાં ખોયા
પીવા ગઈ ત્યાં એણે પળમાં ખોયા
વિત્યો એ કાળ ને વિહોણી એ રહી ગઈ
આશા નિરાશા થઈ...થઈ...
આશા નિરાશા થઈ...થઈ...
જાને...
જાને સંદેશો લઈ
જાને સંદેશો લઈ
સ્વરઃ
અમીરબાઈ કર્ણાટકી અને દિલીપ ધોળકિયા
ગીતઃ પ્રફુલ્લ દેસાઈ
સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ સતી સોન (૧૯૪૮)
ક્લીક કરો અને સાંભળો
ઓરિજિનલ ગ્રામોફોન રેકોર્ડઃ
|