[પાછળ]
નવી તે વહુના હાથમાં રૂમાલ

માલા રે માલ લહેરણિયું  લાલ
ઘમ્મર  ઘમ્મર  ચાલે   રે  ચાલ
નવી તે  વહુના  હાથમાં  રૂમાલ

હે  લપટીને ચપટી દેતી  રે તાલ
શરમને શેરડે  શોભતા   રે ગાલ
કાવડિયો ચાંદલો ચોડ્યો રે ભાલ
નવી  તે  વહુના  હાથમાં  રૂમાલ
 
રાખે  રાખે ને  ઊડી  જાય  રે ઘૂમટો
પરખાઈ જાય એનો ફૂલગુથ્યો કમખો

રાખે  રાખે ને  ઊડી  જાય  રે ઘૂમટો
પરખાઈ જાય એનો ફૂલગુથ્યો કમખો

ડોકમાં  મહેકતી મોગરાની માળ  ને
આંખ આડે આવતા વિખરાયા વાળ
નવી   તે   વહુના  હાથમાં   રૂમાલ

માલા રે માલ લહેરણિયું  લાલ
ઘમ્મર  ઘમ્મર  ચાલે   રે  ચાલ
નવી તે  વહુના  હાથમાં  રૂમાલ

એની   પાંપણના  પલકારા
વીજલડીના       ઝબકારા
એના રુદિયામાં રોજ  રોજ
વાગે વાલમજીના એકતારા

એની   પાંપણના  પલકારા
વીજલડીના       ઝબકારા
એના રુદિયામાં રોજ  રોજ
વાગે વાલમજીના એકતારા

હિલોળે હાથ જાણે ડોલરની ડાળ
જલતી જોબનીયાની અંગે મશાલ
નવી  તે  વહુના  હાથમાં   રૂમાલ

માલા રે માલ લહેરણિયું  લાલ
ઘમ્મર  ઘમ્મર  ચાલે   રે  ચાલ
નવી તે  વહુના  હાથમાં  રૂમાલ

સ્વરઃ આશા ભોસલે
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ મનનો માણીગર (૧૯૭૭)

ક્લીક કરો અને સાંભળો
ઓરિજિનલ ગ્રામોફોન રેકોર્ડઃ

[પાછળ]     [ટોચ]