[પાછળ]
    ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો

    ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
    મારા રંગરંગીલા ફૂલડાં લ્યો

    ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
    મારા રંગરંગીલા ફૂલડાં લ્યો

    ગુલાબ મોગરો બોરસલી ને ચંપા રાતની રાણી
    ખુશબુ મહેકે મનડું બહેકે
    નથી એ વાત કોઈ અજાણી રે કોઈ ફૂલડા લ્યો

    ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
    મારા રંગરંગીલા ફૂલડાં લ્યો

    હું ફૂલવાળી અજબ નિરાળી ગલીએ ગલીએ ફરતી
    નામ છે મારું ચંપેલી
    હું સૌના મનડાં હરતી રે કોઈ ફૂલડા લ્યો

    ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
    મારા રંગરંગીલા ફૂલડાં લ્યો

    હાર બનાવું વેણી ગૂંથું, ગૂંથું બાજુબંધ
    ભમર બની પ્રીતમજી ડોલે
    મ્હેકે ભર્યું ઉપવન રે કોઈ ફૂલડા લ્યો

    ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
    મારા રંગરંગીલા ફૂલડાં લ્યો

સ્વરઃ ગીતા રોય ગીતઃ રમેશ ગુપ્તા, સંગીતઃ ભાનુપ્રસાદ ક્લીક કરો અને સાંભળો ઓરિજિનલ ગ્રામોફોન રેકોર્ડઃ

[પાછળ]     [ટોચ]