પીપળાની નીચે તળાવ પીપળાની નીચે તળાવ નટ રે નાગર કેરો છૈયો કનૈયો મુને કનડે છે લાગ્યો રે મુને કાળજડે ઘાવ ઘેલો રે બળદેવજીનો ભૈયો કનૈયો મુને કનડે છે એની રે ગાવલડીના દૂધ મારે દોવા એની રે માવડીના વેશ મારે ધોવા જાણે રે બધું ગોકુળિયું ગામ મનના માનેલાની મૂરત એ તો મારે મનડે છે પીપળાની નીચે તળાવ નટ રે નાગર કેરો છૈયો કનૈયો મુને કનડે છે નંદનો કિશોર ઝટ જાયે ન જાણી જાઉં રે પાણી ત્યારે ઘૂંઘટ દઉં તાણી નીચા મારા લોચનિયા લાલ જાણે શું કાળો કનૈયો વૃંદાવનને ધમરે છે એવું ના કરિયે રે મારા શામળિયા ગોકુળ કેરી ગોપિયું જઈને જશોદાને કહી દેશે એવું ના કરિયે રે મારા રંગરસિયા ગોકુળ કેરી ગોપિયું જઈને જશોદાને કહી દેશે એવું ના કરિયે રે મારા શામળિયા ગોકુળ કેરી ગોપિયું જઈને જશોદાને કહી દેશે સ્વરઃ આશા ભોસલે ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ક્લીક કરો અને સાંભળોઃ
|