જુલ્ફો તમારી જો
જુલ્ફો તમારી જો એક રાત બની જાય
ને નાજુક આ ચહેરો જો ચાંદ બની જાય
ને હાસ્ય તણા મોતી સિતારા બની જાય
તો કલમ તણી સ્યાહી મારી
ગઝલ બની જાય ગઝલ બની જાય
હરિયાળી...
હરિયાળીમાં પુષ્પો ને પાન બની જાય
ભમરા તણું ગુંજન તારું ગાન બની જાય
ને ટહૂકા કોયલના મધુરતા બની જાય
ને આપણો આ રસ્તો વૃંદાવન બની જાય
તો કલમ તણી સ્યાહી મારી
ગઝલ બની જાય ગઝલ બની જાય
જો શમણાં તમારા એક શામ બની જાય
તો શામે-મુહબ્બત તરન્નુમ બની જાય
ને નશો તારા નામનો મુકામ બની જાય
તો શમણાં તણી ઉમ્મર ખય્યામ બની જાય
તો કલમ તણી સ્યાહી મારી
ગઝલ બની જાય ગઝલ બની જાય
હથેળીમાં મહેંદીની ભાત બની જાય
તમે જો બોલો તો ગીત બની જાય
તમે જો ન બોલો...
તમે જો ન બોલો તો પ્રીત બની જાય
ને વણબોલી આ વાણી સંગીત બની જાય
તો કલમ તણી સ્યાહી મારી
ગઝલ બની જાય ગઝલ બની જાય
જુલ્ફો તમારી જો એક રાત બની જાય
ને નાજુક આ ચહેરો જો ચાંદ બની જાય
ને હાસ્ય તણા મોતી સિતારા બની જાય
તો કલમ તણી સ્યાહી મારી
ગઝલ બની જાય ગઝલ બની જાય
સ્વર: પંકજ ઉધાસ
ક્લીક કરો અને સાંભળોઃ
|