ચોર્યાસી ભાતનો સાથિયો ચોર્યાસી ભાતનો સાથિયો રે માંડ્યો કે લાલ રંગ ખૂટ્યો સાહેલડી જી રે અડધી ભાતે રે મારો સાહ્યબો રિસાયો કે હાય સંગ છૂટ્યો સાહેલડી જી રે ચોર્યાંસી ભાતનો સાથિયો રે માંડ્યો કે લાલ રંગ ખૂટ્યો સાહેલડી જી રે ચોર્યાંસી ભાતનો સાથિયો રે માંડ્યો મેઘધનુ રંગની ભાત વચ્ચોવચ્ચ કોઈ અજબ રંગ સાંપડ્યો જી રે મેઘધનુ રંગની ભાત વચ્ચોવચ્ચ કોઈ અજબ રંગ સાંપડ્યો જી રે જાતાં પડ્યો'તો પગ વાલમના આંગણિયે જાતાં પડ્યો'તો પગ વાલમના આંગણિયે લોક કહે સાથિયો બગડ્યો જી રે પથ પથરાઈ મારો જીવડો પુકાર્યો પથ પથરાઈ મારો જીવડો પુકાર્યો કે પિયુ કેમ રૂઠ્યો સાહેલડી જી રે કે પિયુ કેમ રૂઠ્યો સાહેલડી જી રે ચોર્યાંસી ભાતનો સાથિયો રે માંડ્યો કે લાલ રંગ ખૂટ્યો સાહેલડી જી રે ચોર્યાંસી ભાતનો સાથિયો રે માંડ્યો કોઈ જાણભેદુને પાછળ દોડાવ્યો કે આવ્યો સંદેશ લઈ સોગિયો જી રે કોઈ જાણભેદુને પાછળ દોડાવ્યો કે આવ્યો સંદેશ લઈ સોગિયો જી રે પરદેશ જઈ વ્હાલે રંગ મોકલાવ્યો પરદેશ જઈ વ્હાલે રંગ મોકલાવ્યો તે લાલ નહિ નીકળ્યો જોગિયો જી રે અંગે અંગે તે મારે રોમ રોમ લાગ્યો અંગે અંગે તે મારે રોમ રોમ લાગ્યો કે આગ થઈ ફૂટીયો સાહેલડી જી રે કે આગ થઈ ફૂટીયો સાહેલડી જી રે ચોર્યાંસી ભાતનો સાથિયો રે માંડ્યો કે લાલ રંગ ખૂટ્યો સાહેલડી જી રે અડધી ભાતે રે મારો સાહ્યબો રિસાયો કે હાય સંગ છૂટ્યો સાહેલડી જી રે ચોર્યાંસી ભાતનો સાથિયો રે માંડ્યો કે લાલ રંગ ખૂટ્યો સાહેલડી જી રે ચોર્યાંસી ભાતનો સાથિયો રે માંડ્યો સ્વરઃ કૌમુદી મુનશી ગીત-સંગીતઃ નિનુ મઝુમદાર ક્લીક કરો અને સાંભળોઃ
|