[પાછળ]
   સપના સૂકાઈ ગયા

     ભીનું ભીનું અંધારું
     ભીનું ભીનું અંધારું વર્ષાનું વ્હાલમા
     સપના સૂકાઈ ગયા ભીના રૂમાલમાં
     ભીના રૂમાલમાં

     ભીની ભીની ધરતી ને ભીનું ભીનું આભ
     એની વાદળીનો ગંજ ઘટાટોપ
     ઘટાટોપ ઘટાટોપ
     ઓ મારા વ્હાલમા
     તુંએ ઝૂરે હુંએ ઝૂરું ઝરમરિયા તાલમાં
     સપના સૂકાઈ ગયા ભીના રૂમાલમાં
     ભીના રૂમાલમાં

     ભીનું ભીનું અંધારું વર્ષાનું વ્હાલમા
     સપના સૂકાઈ ગયા ભીના રૂમાલમાં
     ભીના રૂમાલમાં
     ભીનું ભીનું અંધારું

     ભીની ભીની ઢેલડી ને થનગનતો મોર
     કેવો નાચે ગુલતાન છમાછમ
     છમાછમ છમાછમ
     ઓ મારા વ્હાલમા
     મોસમ છે મદઘેલી તરવરિયા તાલમાં
     ગોટા કરમાણાં ગોરા ગોરા ગાલના
     ગોરા ગોરા ગાલના

     ભીનું ભીનું અંધારું વર્ષાનું વ્હાલમા
     સપના સૂકાઈ ગયા ભીના રૂમાલમાં
     ભીના રૂમાલમાં
     ભીનું ભીનું અંધારું

     મચકાતી મસ્ત હવા લચકાતી લહેર
     એના મુજરામાં રંગ છલોછલ
     છલોછલ છલોછલ
     ઓ મારા વ્હાલમા
     વાંકીચૂકી વાંકીચૂકી રમતી રે વ્હાલમા
     મીઠું મીઠું ઘેલું મારા ચિત્તડાની ચાલમાં
     ચિત્તડાની ચાલમાં

     ભીનું ભીનું અંધારું વર્ષાનું વ્હાલમા
     સપના સૂકાઈ ગયા ભીના રૂમાલમાં
     ભીના રૂમાલમાં

     ભીનું ભીનું અંધારું
     ભીનું ભીનું અંધારું
     ભીનું ભીનું અંધારું

સ્વર: કૌમુદી મુનશી ગીતઃ વેણીભાઈ પુરોહિત સંગીતઃ નવીન શાહ ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]